M.S DHONI
મહેંદ્રસિંહ ધોની નો જન્મ 7 જુલાઈ 1981 માં બિહાર ના રાંચી માં થયો હતો,રાંચી હાલ ઝારખંડ માં આવેલ છે. તેણે લોકો માહી,થાલા,કેપ્ટન કૂલ અને MSD નામ થી પણ ઓળખે છે. થાલા નામ તેને આઇપીએલ માં CSK ની ટીમ ને સતત સફળતા, આઇપીએલ ની મજબૂત ટીમ બનાવવા અને સફળ કેપ્ટન્સી કરવા બદલ દક્ષિણ ભારત ના લોકો દ્વારા આપવા મા આવેલ છે. થાલા નો અર્થ લીડર થાય છે. ધોની એક ધમાકેદાર બેટ્સમેન અને વિશ્વ નો સર્વોચ્ચ વિકેટકીપર છે. ધોની ની વિકેટ કીપિંગ માં જે સ્ફૂર્તિ છે જે વિશ્ર્વ ના અન્ય કોઈપણ વિકેટ કીપર માં નથી. ધોની જયારે સ્ટંપ ની પાછળ વિકેટ કીપિંગ કરે છે ત્યારે બેટ્સમેન ક્રિઝ ની અંદર બેટિંગ કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે ધોની ના હાથ ની સ્પીડ બેટ્સમેન ના પગ ની સ્પીડ કરતા અનેક ગણી વધુ છે જે બેટ્સમેન ને પેવેલિયન તરફ પ્રયાણ કરવા પ્રાપ્ત છે. ધોની ની કેપ્ટન્સી ની વાત કરીએ તો તે કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત છે કેમ કે તે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને યોગ્ય નિર્ણય લે છે અને હાર ને જીત માં પરિવર્તિત કરે છે.
Comments
Post a Comment